બંધ

જિલ્લા વિષે

જિલ્લા કલેકટર કચેરી એ જિલ્લા કક્ષાએ રાજય સરકારનું સીધુ પ્રતિનિધિત્વ કરે છે. અત્રેથી જ સરકારશ્રીની નીતિઓ અને યોજનાઓના અમલવારીની કામગીરી થાય છે. જિલ્લાના નાગરિકો કોઈ ને કોઈ કામના સંદર્ભમાં જિલ્લા કલેકટર કચેરીના સંપર્કમાં આવે જ છે. કલેક્ટર એ જિલ્લા વહીવટી તંત્ર અધિક્રમમાં ઉચ્ચસ્થ સ્થાન ધરાવે છે. આમ, જિલ્લા વહીવટી તંત્રના કેન્દ્રવર્તી સ્થંભ તરીકે કલેકટર કચેરીના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છે.

  • જિલ્લાના તમામ નાગરિકોને સમયસર આવશ્યક સેવાઓ પુરી પાડવી.
  • જિલ્લાની તમામ કચેરીઓના સંકલનકર્તા તરીકેની ભૂમિકા નિભાવવી.
  • નાગરિકોના પ્રશ્નો/ફરીયાદો નો હકારત્મક અભિગમથી નિકાલ કરવો.
  • આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી જિલ્લા વહીવટને વધુને વધુ કાર્યદક્ષ, પારદર્શી અને પ્રજાભિમુખ બનાવવો.
  • જિલ્લાની તમામ જમીન અને તે સંદર્ભે ઉપસ્થિત થતા પ્રશ્નોનું નિરાકરણ લાવવું તથા સરકારી મિલકતોની જાળવણી અને સંવર્ધન કરવું.