બંધ

વહીવટી માળખું

જિલ્લા કલેકટર કચેરી

જિલ્લા કલેકટર કચેરી એ જિલ્લા કક્ષાએ રાજય સરકારનું સીધુ પ્રતિનિધિત્વ કરે છે. અત્રેથી જ સરકારશ્રીની નીતિઓ અને યોજનાઓના અમલવારીની કામગીરી થાય છે. જિલ્લાના નાગરિકો કોઈ ને કોઈ કામના સંદર્ભમાં જિલ્લા કલેકટર કચેરીના સંપર્કમાં આવે જ છે. કલેક્ટર એ જિલ્લા વહીવટી તંત્ર અધિક્રમમાં ઉચ્ચસ્થ સ્થાન ધરાવે છે. આમ, જિલ્લા વહીવટી તંત્રના કેન્દ્રવર્તી સ્થંભ તરીકે કલેકટર કચેરીના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છે.

જિલ્લાના તમામ નાગરિકોને સમયસર આવશ્યક સેવાઓ પુરી પાડવી.

જિલ્લાની તમામ કચેરીઓના સંકલનકર્તા તરીકેની ભૂમિકા નિભાવવી.

નાગરિકોના પ્રશ્નો/ફરીયાદો નો હકારત્મક અભિગમથી નિકાલ કરવો.

આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી જિલ્લા વહીવટને વધુને વધુ કાર્યદક્ષ, પારદર્શી અને પ્રજાભિમુખ બનાવવો.

જિલ્લાની તમામ જમીન અને તે સંદર્ભે ઉપસ્થિત થતા પ્રશ્નોનું નિરાકરણ લાવવું તથા સરકારી મિલકતોની જાળવણી અને સંવર્ધન કરવું.

પ્રાંત ઓફીસ

જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ની કલમ ૯ અને ૧૦ અન્વયે પ્રાંત અધિકારી જમીન મહેસૂલ વહીવટને લગતી કામગીરી અંગે સત્તાઓ ભોગવે છે તેમજ પ્રાંત અધિકારી હોદૃાની રૂએ “સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ” ની સત્તા ધારણ કરે છે. પ્રાંત અધિકારી તેમના નિયંત્રણ હેઠળની તાબાની કચેરીઓના તાલુકા સંકલન અધિકારી તરીકે, તેમજ રાજય સરકારની અન્ય કચેરીઓના કામકાજ અને વ્યવસ્થા ઉપર અંકુશ ધરાવે છે. વધુમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના કામકાજ ઉપર દેખરેખ તથા પંચાયતોને તબદીલ કરાયેલ મહેસૂલી કામગીરી ઉપર દેખરેખ રાખે છે. લોકસભાના મદદનીશ ચુંટણી અધિકારી, વિધાનસભાના ચુંટણી અધિકારી તરીકે ફરજ બજાવે છે. પ્રાંત અધિકારી મતદાર નોંધણી અધિકારી તરીકે તેમજ સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ચુંટણી અધિકારી તરીકે ફરજ બજાવે છે.

મામલતદાર ઓફીસ

પ્રાચીન સમયથી મામલતદારની કચેરીને મહત્વનો દરજ્જો મળેલ છે. મામલતદાર શબ્દ મુળ અરેબિક શબ્દ “MUAMLA” (મામલા) પરથી ઉતરી આવેલ છે. “મામલો” એટલે ગુચવણભરી બાબત કે કિસ્સો અને આવી બાબત કે પ્રશ્નોનો ઊકેલ લાવનાર અધિકારી એટલે મામલતદાર. મામલતદાર સરેરાશ ૫૦ કે તેથી વધુ ગામોના સમુહના બનેલા તાલુકાના મહેસુલી વડા છે.

રાજ્ય સરકારે જમીન મહેસૂલ કોડની કલમ -12 હેઠળ મામલતદારની નિમણૂંક કરી છે. મામલતદાર ભારતીય ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 ની કલમ -20 હેઠળ પણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે. મામલાતદાર રાજ્ય સરકારનો રાજદૂત અધિકારી છે. કલેક્ટર જિલ્લાના વડા હોવાથી મામલતદાર તાલુકાના વડાની ભૂમિકા ભજવે છે. તે પ્રાંત અધિકારી અને કલેક્ટર માટે જવાબદાર છે અને લોકો પ્રત્યે સીધો સંપર્ક કરીને લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરે છે. આ રીતે મામલતદાર પાસે તાલુકા સ્તરે રમવા માટે વિવિધલક્ષી ભૂમિકા છે.

ગામડાઓ અને પંચાયત

ગુજરાત રાજયની મઘ્‍યમાં આવેલ અમદાવાદ જીલ્‍લાનો કુલ વિસ્‍તાર ૬૫૮૫ = ૪૨ ચો.કિ.મી. છે. જીલ્‍લાનું ભૌગોલિક સ્થાન ૨૧-૬° થી ૨૩-૪° ઉત્તર અક્ષાંશ તથા ૭૧-૬° થી ૭૨-૯° પૂર્વ રેખાંશ વચ્‍ચે આવેલુ છે. ૨૦૧૧ ની વસ્‍તી ગણતરી મુજબ જીલ્‍લાની કુલ વસ્‍તી ૭૦૫૯૦૫૬ છે. અમદાવાદ જીલ્લાનું મુખ્‍ય મથક અમદાવાદ શહેર છે.

જીલ્‍લાની પૂર્વ દિશાએ ખેડા જીલ્‍લો, ઉત્તર દિશાએ મહેસાણા તથા ગાંઘીનગર જીલ્‍લો, દક્ષ‍િણ દિશાએ આણંદ જીલ્‍લો તથા ૫શ્ચ‍િમ દિશાએ બોટાદ અને સુરેન્‍દ્રનગર જીલ્‍લો છે. જીલ્‍લામાં કુલ ૯ તાલુકાઓમાં ૪૭૪ વસ્તીવાળા ગામ, ૫ ગામ ઉજજડ છે. તેમજ ૧ મહાનગરપાલિકા, ૧ કેન્‍ટોનમેન્‍ટ વિસ્‍તાર, ૭ નગરપાલિકાઓ સમાવેશ થાય છે.