જિલ્લા ચૂંટણી કચેરી
ચુંટણી શાખા
કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જીલ્લાની તમામ ચૂંટણીઓના નિયંત્રણ અધિકારી છે. તેઓ સંસદીય મતદાર વિસ્તાર માટેનાં ચુંટણી અધિકારી છે. વિધાનસભા મતવિસ્તાર માટે ચુંટણી અધિકારી તરીકે નાયબ કલેકટરના દરજ્જાથી નીચેના દરજજાનાં ન હોય તેવા અઘિકારીની નિમણુંક કરવામાં આવે છે. સામાન્ય રીતે વિધાનસભા મતદાર વિભાગનાં ચુંટણી અધિકારીઓ સંસદીય ચૂંટણી માટે મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે હોય છે.
સામાન્ય રીતે લોકસભા ચૂંટણીનાં સંચાલન માટે કલેકટરને ચુંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવે છે, અને કલેક્ટરશ્રીને મદદ કરવા માટે ડેપ્યુટી કલેકટરની મદદનીશ ચુંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવે છે..
વિધાનસભા ચુંટણીના સંચાલન માટે કલેકટરને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે તમામ નિયંત્રણ સત્તા છે અને નાયબ કલેકટર અને પેટા વિભાગીય અધિકારીઓને દરેક વિધાનસભા મતવિસ્તારના ચુંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવે છે.
ચાવીરૂપ કાર્યો:
- મતદાતાઓને ફોટો-ઓળખ કાર્ડ આપવા.
- ઓળખ કાર્ડને લગતા સુધારાઓ.
- ડુપ્લિકેટ ફોટો આઇડી કાર્ડ્સ બનાવવા.
- જાહેર જનતાની માંગ પર ચૂંટણીના રોલ્સની પ્રમાણિત નકલો રજૂ કરવી.
- ચૂંટણી સંબંધિત રેકર્ડની જાળવણી.
- મતપેટીઓ, વિજાણું મતદાન યંત્રો, લોખંડની પેટીઓ અને મતદાર યાદીના અગાઉના રેકર્ડની જાળવણી માટેની જવાબદારી.
- ચૂંટણી સંબંધિત સ્ટેશનરી છપાવવી અને જાળવવી.
- વિધાનસભા ચૂંટણીનું અસરકારક અને સુચારૂ સંચાલન.
- ઉમેદવારોના ઉમેદવારીપત્રો સ્વીકારવા અને ચકાસણી કરવી.
- હરિફ ઉમેદવારોને ચૂંટણી પ્રતીકો ફાળવવા.
- ચૂંટણી સંબંધિત નોટિસ પ્રસિધ્ધ કરવી.
- હરીફ ઉમેદવારોની યાદી તૈયાર કરવી.
- મતપત્રો છપાવવા અને સેવા મતદારોને ટપાલ મતપત્રો મોકલવા.
- ચુંટણી સામગ્રી સાથે મતદાન અધિકારીઓને મતદાન મથક પર મોકલવા.
- મતદાનના દિવસે વિધાનસભા મતવિસ્તારમાં મતદાન પ્રક્રિયાની દેખરેખ અને ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી અધિકારીને જરૂરી અહેવાલ મોકલવા.
- ચૂંટણી દરમિયાન વૈધાનિક જોગવાઈઓ મુજબ મુક્ત અને ન્યાયી રીતે ચુંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની સંપુર્ણ જવાબદારી.
સરનામું:
કલેકટર અને જીલ્લા મેજિસ્ટ્રેટનું કાર્યાલય,
સુભાષ બ્રિજ સર્કલ નજીક,
આર.ટી.ઓ. આશ્રમ રોડ,
હ્રદય કુંજ, જુના વાડજ, અમદાવાદ,
ગુજરાત-380027,જીલ્લા ચૂંટણી અધિકારી,
સંપર્ક નંબર : 079-27550618
મતદારો તારીખ-01/01/2018 પ્રમાણે અનુ. ક્ર. વિધાનસભાની મતવિસ્તારનું નામ પુરૂષ મતદારો મહિલા મતદારો ત્રીજી જાતિ કુલ મતદારો 1 39- વિરમગામ 142635 132173 3 274811 2 40- સાણંદ 128631 118874 6 247511 3 41- ઘાટલોડિયા 183823 173542 2 357367 4 42- વેજલપુર 170230 161146 13 331389 5 43- વટવા 171480 145861 2 317343 6 44- એલિસબ્રીજ 123684 122142 1 245827 7 45- નારણપુરા 119299 112333 3 231635 8 46- નિકોલ 126228 107388 4 233620 9 47- નરોડા 142118 125179 22 267319 10 48- ઠક્કરબાપા નગર 119127 105395 6 224528 11 49- બાપુનગર 100956 90242 12 191210 12 50- અમરાઇવાડી 145199 125859 5 271063 13 51- દરિયાપુર 101313 95620 4 196937 14 52- જમાલપુર- ખડિયા 101895 97733 1 199629 15 53- મણિનગર 131519 121719 2 253240 16 54- દાણીલિમડા (SC) 121516 111203 5 232724 17 55- સાબરમતી 133274 120868 8 254150 18 56- અસારવા (SC) 106529 96871 2 203402 19 57- દસ્ક્રોઇ 166007 151193 4 317204 20 58- ધોળકા 121084 111644 1 232729 21 59- ધંધુકા 132442 115273 9 247724