જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ની કલમ ૮ અને ૯ અન્વયે પ્રાંત અધિકારી જમીન મહેસૂલ વહીવટને લગતી કામગીરી અંગે સત્તાઓ ભોગવે છે તેમજ પ્રાંત અધિકારી હોદૃાની રૂએ “સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ” ની સત્તા ધારણ કરે છે. પ્રાંત અધિકારી તેમના નિયંત્રણ હેઠળની તાબાની કચેરીઓના તાલુકા સંકલન અધિકારી તરીકે, તેમજ રાજય સરકારની અન્ય કચેરીઓના કામકાજ અને વ્યવસ્થા ઉપર અંકુશ ધરાવે છે. વધુમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના કામકાજ ઉપર દેખરેખ તથા પંચાયતોને તબદીલ કરાયેલ મહેસૂલી કામગીરી ઉપર દેખરેખ રાખે છે. લોકસભાના મદદનીશ ચુંટણી અધિકારી, વિધાનસભાના ચુંટણી અધિકારી તરીકે ફરજ બજાવે છે. પ્રાંત અધિકારી મતદાર નોંધણી અધિકારી તરીકે તેમજ સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ચુંટણી અધિકારી તરીકે ફરજ બજાવે છે.
નામ | હોદ્દો | ફોન |
---|---|---|
શ્રી ઉમંગ પટેલ | સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) અમદાવાદ (પશ્ચિમ) | +91 9978405200 |
શ્રી વસંતકુવરબા પરમાર | સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) અમદાવાદ (પૂર્વ) | +91 7567008965 |
શ્રી તેજસ ચૌધરી | સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ), દસક્રોઇ | +91 7567009038 |
શ્રી ડી.બી ટાંક | સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ), સાણંદ | +91 7567008946 |
શ્રી પી. બી. કુંભાણી | સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ), ધંધુકા | +91 7567010426 |
શ્રી હિતેશકુમાર જોશી | સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ), ધોળકા | +91 9978405202 |
શ્રી વિરેન્દ્ર એસ. દેસાઈ | સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ), વિરમગામ |
+91 9978405201 |