કેવી રીતે પહોંચવું
હવાઈ માર્ગે
સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ
સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (એસવીપીઆઇએ) એ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, જે અમદાવાદ અને ગાંધીનગરનાં શહેરોમાં સેવા આપે છે.
હવાઇમથક મધ્ય અમદાવાદના 9 કિમી (5.6 માઈલ) ઉત્તરમાં હંસોલ સ્થિત છે. એરપોર્ટમાં 45 પાર્કિંગ બેઝ છે અને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને ટર્મિનલ્સમાં ચાર એરો-બ્રીજ છે.
સરનામું: સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ, ગુજરાત, ભારત
રેલ માર્ગે
રેલવે સ્ટેશન,અમદાવાદ
અમદાવાદનું મુખ્ય રેલવે સ્ટેશન, અમદાવાદ જંક્શન રેલવે સ્ટેશન અથવા કાલુપુર રેલવે સ્ટેશન તરીકે પણ ઓળખાય છે, તે ભારતના ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેર માટે રેલ પરિવહનનું પ્રાથમિક સ્ટેશન છે.ભારતીય રેલ્વેનું પશ્ચિમી રેલ્વે ઝોનનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. અમદાવાદમાં શહેરમાં અન્ય સ્ટેશન જેવા કે ગાંધીગ્રામ, અસારવા, સરખેજ, વસ્ત્રાપુર, ચાંદલોડિયા, વટવા, મણિનગર અને સાબરમતી જંકશન છે.સરનામું: કાલુપુર રેલ્વે સ્ટેશન, લક્ષ્મી બજાર, અમદાવાદ, ગુજરાત, ભારત
જમીન માર્ગે
ગીતા મંદિર,અમદાવાદ
અમદાવાદ માં હવે વર્લ્ડ ક્લાસ ગીતા મંદિર ખાતે એસટી બસપોર્ટ છે.