બંધ

ગાાંધી જયંતીની ૧૫૦મી જન્મજયંતીની અનોખી ઉજવણી

પ્રકાશિત તારીખ : 02/10/2018

૨ ઓક્ટોબર, ૨૦૧૮ ના રોજ ગુજરાતના શ્રી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રોત્સાહાન આપવા માટે અમદાવાદમાં આશ્રમ રોડ ખાતે આવેલા “ગ્રામશીલ્પમાં” થી ખાદીની ખરીદી કરી હતી. આ ઉપરાંત તેમણે અમદાવાદમાં નવા વાડજ સર્કલ પાસે આશરે ૧૯ કરોડ ના ખર્ચે બનનાર ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોધ્યોગ બોર્ડનાં નવા ભવન તથા ‘ખાદી મ્યુઝીયમ’ નું ઉદઘાટન કર્યો હતો. ગુજરાતના અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમનાં હૃદયકુંજમાં ૨ ઓક્ટોબરે, ૨૦૧૮ ની સાંજે “આશ્રમ ભજનાવલી કાર્યક્રમ” નો આયોજન થયુ હતું, જેમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી હાજર રહ્યા હતા.
નોંધ: ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધી જયન્તી નીમીત્તે ૨ ઓક્ટોબર થી ૩૧ ડીસેમ્બર, ૨૦૧૮ સુધી ગુજરાતમાં ઉત્પાદીત ખાદીના છૂટક વેચાણ પર ૨૦% વિષેશ વળતરની જાહેરાત કરી છે.