બંધ

જીલ્લા આયોજન કાર્યાલય

આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો- એટીવીટી

વર્ષ ૨૦૧૧-૧૨થી રાજય સરકાર દ્વારા રાજયમાં ચાલતી વિકાસની પ્રક્રિયા તાલુકાકક્ષાએથી જ શરૂ થાય અને ગ્રામ્ય પ્રજાને તેમની જરૂરીયાત મુજબની સુદ્રઢ પાયાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય તે હેતુને ધ્યાને લઈ “ એ.ટી.વી.ટી.” નામની એક નવી યોજના અમલમાં લાવવામાં આવી છે. જેનાથી વિકાસના દરને “ Double Digit ” પાર કરાવવાનું લક્ષ્યાં ક નિયત કરવામાં આવ્યું છે.

આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એ.ટી.વી.ટી.)નામની આ યોજના તાલુકાકક્ષાએથી શરૂ થનાર છે. અને તેનો મુખ્ય હેતુ મૂળભૂત પાયગત સુવિધાઓ જેવી કે ગ્રામ્ય આંતરીક રસ્તાી, ગટર વ્યવસ્થાક, પીવાના પાણીની સુવિધા તથા ઘન કચરાના નિકાલ એમ મુખ્ય ચાર સદરો હેઠળ વિકાસની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

આ યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવણીની પધ્ધતિ નીચે મુજબ નિયત કરવામાં આવેલ છે.

 1. (એ)
  • પ૦ ગામવાળા દરેક તાલુકાને રૂ.૧.૦૦ કરોડ
  • પ૧-૧૦૦ ગામો ધરાવતા દરેક તાલુકાને રૂ.૧.૨૫ કરોડ
  • ૧૦૦ થી વધુ ગામો ધરાવતા દરેક તાલુકાને રૂ.૧.૫૦ કરોડ
 2. (બી)
  • સંબંધિત પ્રાંત અધિકારીશ્રીના હવાલે તાલુકા દીઠ રૂ.૨૫.૦૦ લાખની વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.
 3. (સી)
  • સરકારશ્રી દ્વારા પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાતને ATVT યોજના કાર્યવાહક સમિતિની રચના કરવામાં આવેલ છે.આ સમિતિ દ્વારા આ યોજના માટે નિયત કરેલ કામો, માર્ગદર્શક યાદી
   મુજબના ન્યૂનત્તમ જરૂરીયાતના કામોની દરખાસ્તર તૈયાર કરી પ્રભારી સચિવશ્રીની અનુમતિ મેળવી તેનું અમલીકરણ હાથ ધરશે.

સ્‍થાનિક અગત્‍ય ધરાવતા સામૂહિક વિકાસના કામો અંગેના કાર્યક્રમ હેઠળ ની ગ્રાંટ (ધારાસભ્યશ્રીની ગ્રાન્‍ટ) :-

             સ્‍થાનિક અગત્‍ય ધરાવતા સામૂહિક વિકાસના કામો અંગેના કાર્યક્રમ હેઠળ વિધાનસભા ધારાસભ્‍યશ્રીઓને મતવિસ્‍તાર દીઠ ફાળવવા અંગેની ગ્રાન્‍ટ (ધારાસભ્યશ્રીની ગ્રાન્‍ટ)  અંતર્ગત અમદાવાદ જિલ્લાના કુલ – ૨૧ ધારાસભ્યશ્રીઓ પૈકી ગ્રામ્ય વિસ્તાર સમાવિષ્ટ હોય તેવા મતવિભાગના કુલ-૭ ધારાસભ્યશ્રીઓ ધ્વારા સ્થાનિક વિસ્તાર વિકાસ હેઠળ સુચવાતા કામોના તાંત્રીક અંદાજો મેળવી યોગ્યતાના આધારે વહીવટી મંજુરી આ૫વામાં આવે છે.

વિકેન્દ્રિત જીલ્‍લા આયોજન :

વિકેન્દ્રિત જીલ્‍લા આયોજન કાર્યક્રમ ગુજરાત સરકારે ૧૪મી નવેમ્‍બર, ૧૯૮૦થી અમલમાં મૂકેલ છે. આ કાર્યક્રમનો અમલ જીલ્‍લા આયોજન મંડળો મારફત થાય છે. તાલુકા કક્ષાએથી જરૂરીયાતના કામોની દરખાસ્‍ત તૈયાર થયે જીલ્‍લા આયોજન મંડળમાં મંજૂરી માટે રજૂ થાય છે. જીલ્‍લા આયોજન મંડળમાં જે તે જીલ્‍લાના રાજય સરકારના પ્રભારી મંત્રીશ્રી અધ્‍યક્ષ તરીકે હોય છે. જીલ્‍લા આયોજન અધિકારીશ્રી જીલ્‍લા આયોજન મંડળના સભ્‍ય-સચિવ છે.

 વિકેન્દ્રિત જીલ્‍લા આયોજન કાર્યક્રમ હેઠળ  જીલ્‍લા આયોજન મંડળો પોતે પોતાના જીલ્‍લાની સ્‍થાનિક જરૂરીયાતોને લક્ષમાં લઇને સ્‍વતંત્ર રીતે ન્‍યૂનત્તમ જરૂરીયાત અંગેની યોજના ૧૦૦ ટકા સરકારી ગ્રાન્‍ટમાંથી મંજુર કરી શકે છે. વિવેકાધીન જોગવાઇમાં   

૧) ૧૫%  વિવેકાધીન (સામાન્ય અને ખાસ અંગભૂત)

૨)  ભૌગોલિક રીતે ખાસ પછાત (ભાલ, નળકાંઠા અને ખાખરિયા ટપ્પા)  નો સમાવેશ થાય છે.

 તેમજ , વિવેકાધીન જોગવાઇમાં  ૫% પ્રોત્‍સાહક યોજના હેઠળ જીલ્‍લા કક્ષાએ વધારાના નાણાકીય સાધનો (લોકફાળો) એકત્રિત કરવામાં આવે તેની સામે નિશ્ચિત પ્રમાણમાં સરકારી સહાય આપવામાં આવે છે.  

સદર મંજુર થયેલ  કામો ઓનલાઇન થઇ શકે  તે માટે  સરકાર દ્રારા iojn 4 planninag  નામનુ સોફ્ટવેર બનાવવામાં આવેલ છે.

MPLAD યોજના પર કામ કરવા

MPLADS યોજના અંતર્ગત લોકસભાના અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના બે સંસદસભ્યો દ્રારા સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળ સૂચવાતા કામોના તાંત્રિક અંદાજો મેળવી યોગ્યતાના આધારે વહીવટી મંજુરી આપવામાં આવે છે.

રાષ્‍ટ્રીય પર્વોની  ઉજવણી  ગ્રાન્ટ

માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજયમાં રાષ્‍ટ્રીય પર્વોની ગરીમાને ઉજ્વલિત કરવા અને આ દિવસે પ્રજાના વિકાસ કામો માટે રાજય સરકાર દ્વારા ખાસ ગ્રાન્ટ ફાળવવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. તે મુજબ જે જિલ્‍લામાં મહાનગરપાલિકા હોય તેવા જિલ્‍લામાં મહાનગરપાલિકા વિસ્‍તારમાં વિકાસના કામો હાથ ધરવા માટે રૂ. ૧/- કરોડ અને નગરપાલિકા વિસ્‍તારમાં વિકાસના કામો હાથ ધરવા માટે રૂ. ૧/- કરોડ કલેકટરશ્રી હસ્‍તક તથા જિલ્‍લાના ગ્રામ્ય વિસ્‍તારના વિકાસના કામો હાથ ધરવા માટે જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી હસ્‍તક રૂ. ૧/- કરોડની રકમ ફાળવવામાં આવે છે. આ નવી યોજના ૧૫મી ઓગસ્‍ટ-૨૦૦૩થી અમલમાં મૂકવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રજાસત્તાક દિન, સ્‍વાતંત્ર્ય દિન અને ગુજરાત સ્‍થાપના દિન જેવા રાષ્‍ટ્રીય પર્વોની ઉજવણીનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૦૮-૦૯થી જે જિલ્‍લામાં રાષ્‍ટ્રીય પર્વની ઉજવણી કરવાની થતી હોય તે જિલ્‍લા સિવાયના અન્ય ૨૫ જિલ્‍લાઓ પૈકી દરેક જિલ્લાના એક તાલુકામાં તાલુકા કક્ષાની રાષ્‍ટ્રીય પર્વોની ઉજવણી દરમિયાન તાલુકાના વિકાસ કામો માટે તાલુકા દીઠ રૂ. ૨૫.૦૦ લાખની રકમ રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવે છે.